મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.
ઊમરસાડી- શ્રી સુરેશભાઈ દેસાઈના વાજાનો video (Sr.leader )


નીચે આપેલ you tube link- વાજા જે વાગી રહ્યાં છે એમાં સેક્સોફોન વગાડનારા main leader સુરેશભાઈ દેસાઈ જેઓ ઊમરસાડી ગામના છે અને સૌથી જૂના અને જાણીતાં આપણા અનાવિલ જ્ઞાતિમાં સૌથી વધારે જનોઈ અને લગ્નપ્રસંગે વગાડનારા . ખુબ જ સુંદર સાંભળવા જેવી ધૂન છે .
ખાસ આભાર કરવડ ગામના રાકેશભાઈ દેસાઈનો જેમણે આ video 23-1-2026 એ જનોઈ પ્રસંગે લીધો.


વિશિષ્ટ સમાજની માહિતી આપતું આપણું અનાવિલ સાહિત્ય અનાવિલ સમાજમાંથી જેટલું શક્ય હોય એટલું ભેગું કરીને–ખરીદીને–વસાવીને વાંચવાનો શોખ છેલ્લા પચાસ વર્ષથી હું ધરાવું છું. લગભગ પચાસની નજીક પુસ્તકો મેં વસાવ્યા છે અને એ કાર્યક્રમ હજી અવિરત ચાલુ છે.
બુદ્ધિશાળી, નેતાગીરીના લક્ષણો ધરાવતા અને શિક્ષણ માં અગ્રેસર સમાજમાં શ્રી અંબેલાલ ગોપાળજી દેસાઈ (વલસાડ), ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (બીલીમોરા) અને બકુલાબેન ઘાસવાલા (વલસાડ) જેવા લેખકોએ ખૂબ મહેનત કરીને માહિતી ભેગી કરીને આપણને સમાજનો ઈતિહાસ અને લક્ષણો બતાવ્યાં છે – તે જાણવા જ રહ્યાં. આપણા વડીલો કદાચ દેસાઈગીરી–ગામના વડા તરીકે પટલાઈ કે શિક્ષણ જેવા વિષયોમાં ખુબજ આગળ હતા–પણ ઈતિહાસ લખવામાં ઊણા ઉતર્યા છે–ત્યારે શ્રી અંબેલાલ, ડો. ઈશ્વરચંદ્ર અને બકુલાબેનને બિરદાવવા રહ્યાં–તેમના ત્રણેના જેટલા વખાણ કરીએ તે ઓછા છે.
‘જય શુકલેશ્વર’ માસિક હમણાં પચાસ વર્ષ પૂરા કરવાના છે, ત્યારે અનાવિલ સમાજની માહિતી, સમાચાર, અને ઉત્તરોત્તર વિકાસનો પ્રસાર એના દ્વારા વિશ્વના અનાવિલોમાં ઉત્તમ રીતે થયો છે–તે સ્વીકારવું જ રહ્યું. મુંબઈના ‘જય અનાવિલ’ અને અમદાવાદનું ‘અનાવિલ પોકાર’ માસિકો પણ તેમની રીતે ફાળો આપે જ છે. ચાલો, મારી પાસેના અનાવિલ સાહિત્યના પુસ્તકોની વિગતવાર યાદી જોઈએ.
અનાવિલ સાહિત્યના મુખ્ય પુસ્તકો
કન્યાદાન દાતા પ્રતિગ્રાહિતા - ડો. ક્લાસ ડબ્લ્યુવાન ડરવિન - ગુજરાતી અનુવાદક : મગનદાસ નાયક (૧૯૮૭)
અનાવિલ દર્શન - લે. અંબેલાલ ગોપાળજી દેસાઈ (૧૯૯૦)
Anavils of South Gujrat 2000 - Harish Desai & Hakumar Desai (1995) (ગુજરાતી મૂળ પુસ્તક: 1968 નો અંગ્રેજી અનુવાદ)
Cradle to Crematorium - Translation in English Harish Desai, Ranjan Desai (ગુજરાતી મૂળ પુસ્તક : પારણાથી પાલખી લે. બકુલા ઘાસવાલા)
દક્ષિણ ગુજરાતનાં અનાવિલ બ્રાહ્મણો (૨૦૦૧) - લેખક: અંબેલાલ ગોપાળજી દેસાઈ - સંકલન: ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ
સંભારણું – ૧ (૨૦૦૪)
સંભારણું – ૨ (૨૦૦૮) ગત સદીનું શ્રી શુકલેશ્વર અને અનાવિલો - ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ
અનાવિલ ઓળખ – ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (૨૦૦૪)
ઉજાસ – અનાવિલ – ૨૦૦૮ (મેગેઝીન)
Anavils (Then, Now and …)
અનાવિલ ધરોહર - સંકલન: હિના દેસાઈ (૨૦૧૯)
અનાવિલ ધરોહર (નવી આવૃત્તિ) - સંકલન: હિના દેસાઈ ૨૦૨૦
અનાવિલ અસ્મિતા અને ગામડાનો વારસો - લે. શ્રીમતી મમતા તેજસ નાયક (૨૦૨૨)
History of Anavil Brahmins - Dinkar M. Desai (૨૦૦૭)
અનાવિલોનો પરિચય આપતાં પુસ્તકો
વાપીથી તાપીની વિભૂતિઓ (૧૯૮૭) - ૫૨૮ પેજિસમાં ૧૧૪ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ
વાપીથી તાપીની વિરાસત (૧૯૯૯) - ૫૬૨ પેજિસમાં ૧૦૦ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ
અનાવિલ પરિચય ગ્રંથ (૨૦૦૮) - સાહિત્ય સંગમ પ્રકાશન (૬૭૩ પેજિસ) – ૫૦૦+ અનાવિલોનો સચિત્ર પારિચય - રીમા જ્વલંત નાયક અને ચિંતન નાયક - તમે જાણતા હોય એવા લગભગ બધાજ અનાવિલોની વિગતો સમાવતું પુસ્તક.
શ્રી પારડી – ઉમરગામ તાલુકા અનાવિલ સમાજ (૨૦૦૯) ૩૩૪ મોટા પાનામાં પારડી તાલુકાનાં અનાવિલોના કુટુંબની વંશવાળી –અનાવિલ મંડળો, જાણીતા મંદિરો સાથે અનાવિલ મહાનુભાવોનો પરિચય આપતું પુસ્તક
Anavil Samaj of Canada Directory (2016)
અનાવિલ સાહિત્યકારો (૨૦૨૦) - ડો. પ્રફુલ્લભાઈ દેસાઈ (સુરત)
ગણદેવી તાલુકા અનાવિલ ડિરેક્ટરી - દોલતભાઈ વી. નાયક
‘સાથી’ વિશેષાંક (૧૯૯૬) - અનાવિલ સમાજ, નવસારી
અનાવિલોની આત્મકથાઓ / જીવનચરિત્ર
મારૂ જીવનવૃતાંત – મોરારજી દેસાઈ (૨૦૧૪)
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – મહાદેવભાઈ નું જીવનચરિત્ર - લેખક : નારાયણ દેસાઈ (૧૯૯૨)
મુકસેવક અને બોલતાં હૈયા (૧૯૮૪) - કાન્તિદર્શી ડો. મણિભાઈ દેસાઈ (૨૦૧૪)
વિદ્યા-સ્મૃતિ (૨૦૦૮) - વિદ્યાબેન ઈશ્વરભાઈ નાયક
શ્રી દયાળજી સ્મૃતિગ્રંથ (૧૯૭૮)
કલાવીદ્દ (જશુભાઈ નાયક કળા વિશેષાંક)
દિલનું સ્મિત – એક સફર
પરાગજી નાયક – એક સમર્પિત અનાવિલ લે. રમેશ તન્ના (૨૦૧૬)
પ્રેમિલાબેન ભુપેન્દ્ર નાયક (૨૦૦૫)
શ્રી યોગેન્દ્ર
શ્રી મોરારજી દેસાઈ સ્મૃતિઅંક (૨૦૦૯)
કલાગુરુ શ્રી જશુભાઈ નાયક સ્મૃતિઅંક (જય શુકલેશ્વર) ૨૦૧૪
પ્રો. ડી.જી વશી – ઊંચું ધ્યેય અને પ્રચંડ પુરૂષાર્થ ૧૯૯૯
શહીદ બાપુભાઈ વશી
કર્મયોગી કિકુભાઈ ગુલાબભાઈ નાયક
શ્રી મોરારજી દેસાઈ – યશવંત દોશી (૧૯૯૭)
મારી શિક્ષણ યાત્રા. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ નાયક (૨૦૦૫)
મારા સંસ્મરણો ડો. જે.હી.દેસાઈ (૨૦૨૦)
શ્રી સુરેશભાઈ દેસાઈ (નવસારી)
ડો. બી.જી.નાયક – વેગામ મોરી માવડી - આર.ડી.દેસાઈ
ભારતરત્ન શ્રી મોરારજી દેસાઈ ડો. મોહનભાઈ પાંચાલ (૧૯૯૫)
માનવરત્ન શ્રી મોરારજી દેસાઈ
રાજપુરુષ મોરારજી દેસાઈ, દિપક બી.વશી. (૨૦૧૬)
યોગાનંદ સરસ્વતી મહારાજ (ગાંડા મહારાજ)
મને આશા છે કે આ વિગતો જાણીને અને વાંચીને આપસૌ અનાવિલ સાહિત્ય નું મહત્વ સ્વીકારશો. આ બધા પુસ્તકો હું અનાવલ જય શુકલેશ્વર ધામમાં (મારા ગયા પછી) આપનાર છું – તે સહેજ જાણ ખાતર.
નમ્ર અપીલ: વાંચકોમાંથી દરેકને અનાવિલ સાહિત્યના પુસ્તકો અને અનાવિલોની આત્મકથા મને પહોંચાડવા નમ્ર અરજ કરું છું. મહેરબાની કરીને અનાવિલોને લગતા દરેક પુસ્તકો મને ડો. ભરત દેસાઈ, દેસાઈ આંખની હોસ્પિટલ, ફિડર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૮૦ સરનામે અચૂક મોકલશો.
ડો. ભરત દેસાઈ
બીલીમોરા
૨૮/૦૧/૨૩
Labels: anavil literature ગુજરાતી
Location: Bilimora, Gujarat, India
Dr. ભરત દેસાઈ , બીલીમોરા દ્વારા આપણા અનાવિલ સાહિત્યની વિગતવાર યાદી
લેખ-૨


લેખ-૩


લેખ-4
લેખ-5


લેખ 6
શ્રી દિલીપભાઈ દેસાઈ , ઉમરસાડી દ્વારા ઉમરસાડી ગામના ૩ મંદિરો મોહનેશ્વર મહાદેવ , રામેશ્વર મહાદેવ અને જલારામ મંદિરના ફોટાઓ



ઉમરસાડી ગામમાં 150 વર્ષ જૂની વિજયા માતા દેરી હતી ત્યાં 90 વર્ષ પહેલાં દેસાઈ ફળિયા, ઉમરસાડી ગામના જ વૈજ્ઞાનિક R. D. Desai(રણછોડભાઈ દાજીભાઈ દેસાઈ) ની આગેવાનીમાં ધર્મશાળા અને શ્રી મોહનેશ્વર મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું હતું . આ મંદિરનો 1987 માં ગામમાં અને મુંબઈ રહેતા વડીલો દ્વારા જ્યારે જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરવામાં આવ્યું . તે સમયે આ મંદિરનું ભૂમિ પૂજન પણ વૈજ્ઞાનિક R. D Desai ના હસ્તે કરવામાં આવ્યું હતું, શ્રી મોહનેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 74 વર્ષથી સતત શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉમરસાડી ગામના વડીલોએ કરેલી શરૂઆત ને આજના નવયુવાનોએ એ પરંપરા જાળવી રાખી છે, ગામના દરેક અનાવિલો શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉત્સાહભેર ભાગ લેય છે અને આવનાર પેઢી પણ આ પરંપરા જાળવી રાખશે એની અમને સંપૂર્ણ ખાતરી છે.
1} મોહનેશ્વર મહાદેવ મંદિર ,દેસાઈ ફળિયા




૨ } રામેશ્વર મહાદેવ મંદિર, પટેલ ફળિયા
૩} જલારામ મંદિર






લેખ 7




લેખ 8
રવિવારની સવારે… વિસરાતી જતી વિરાસતોના ગામઠી શબ્દો..,
રવિવારની શાંત સવારે શહેરનો ઘોંઘાટ થંભે ત્યારે મન ગામડાની ગલીઓ તરફ વળી જાય છે—જ્યાં સાધનો ઓછાં હતાં, પણ માણસાઈ, મહેનત અને સંબંધોમાં આખી દુનિયા વસતી હતી.
જ્યાં શબ્દો માત્ર બોલાતા નહોતા…
જીવાતા હતા.
એટલે જ વડીલો કહેતા—
“બાર ગામે બોલી બદલાય…”
પુરાણા ગામઠી શબ્દો તથા અર્થ ….
૧. બોચિયું (ટોપલું)
૨. હુલ્લી (ટોપલી)
૩. વડોકુ (ગરમ પાણી માટેનો દેગડો)
૪. ડાચુ (મોઢું)
૫. ટાંટીયો (પગ)
૬. બુઆઈળી (સાવરણી)
૭. જામલુ (પ્યાલું)
૮. ગંજળી (તપેલી)
૯. ઝાંગિયો (ચડ્ડી)
૧૦. ઢાંળો (ધરડો)
૧૧. લોંઠુ (છોકરું)
૧૨. ઓરૂપાંરૂ (સાધારણ)
૧૩. ઓરાવ (અહીં આવ)
૧૪. આણં (આણ)
૧૫. પૉર (ગયા કે આવતા વર્ષે)
૧૬. વેણામાં (વહેલી સવાર)
૧૭. બળબિયુ (પાયો-ધોકો)
૧૮. ટોકરું (ખોખું-પેટી)
૧૯. ખરપળો (પાવડો)
૨૦. એઠે (નીચે)
૨૧. ડાલુ (મોટું ટોપલું)
૨૨. કુલ્લી (ઘડા આકારનું નાનું વાસણ)
૨૩. ચાવરો (માંકડ)
૨૪. બલ્યુ (બળદ)
૨૫. ગજવું (ખિસ્સું)
૨૬. પોરી (છોકરી)
૨૭. પોયરો (છોકરો)
૨૮. ભંજાતે (સાંજે)
૨૯. ઉગમણે (પૂર્વમાં)
૩૦. આથમણે (પશ્ચિમે)
૩૧. ઓતળ-તોતળ (આ અને તે)
૩૨. વાહેદુ (ઝાડુથી કચરો કાઢવો)
૩૩. પાહણિયુ (કૂવામાંથી પાણી કાઢવાનું સાધન)
૩૪. લોટિયું (નાનો ઘડો)
૩૫. દોરિયા (ઘડો)
૩૬. પીછોળી (ચાદર)
૩૭. અનન (સીતાફળ)
૩૮. લટિયાં (વાળ)
૩૯. ધૂપેલ (કોપરલ)
૪૦. કરાં (દીવાલ)
૪૧. ઓગો (છાનો)
૪૨. ધાભરી (ઊનની શાલ)
૪૩. ગારાં (રેશમી સાડી - પૂજા માટેની)
૪૪. 'ઢ' (અક્કલ વગરનો)
૪૫. માટેડો (પુરુષ)
૪૬. નાંખાં (જુદાં)
૪૭. બરહેઅવે (થયા કરશે)
૪૮. જેવું તેવું (સાધારણ)
૪૯. હફ્લો-ડફ્લો (મંદ બુદ્ધિનો)
૫૦. હોર (હોર) (અવાજ)
૫૧. ખાટી-મીઠી (સારી-નબળી)
૫૨. કનહરી (અનાજ)
૫૩. નયણેકોટઠે (ભૂખ્યા પેટે)
૫૪. હંભરેટીલે (ભેગું કરવું)
૫૫. ભરી જવા દે (અટકી જા)
૫૬. મરવા દે (કરવા દે)
૫૭. ખેડો (વાહન, હળ કે બળદગાડી હાંકનાર)
૫૮. ટાંગો (ઘોડાગાડી)
૫૯. અટ્વાળો (અઠવાડિક બજાર)
૬૦. વાંરે (સરખી રીતે)
૬૧. ખોયણી (નાનો રૂમ, સ્ટોર રૂમ)
૬૨. ખાહળુ (જોડો-બૂટ)
૬૩. કોલુ (શિયાળો)
૬૪. ઠાગો (ઠેકાણું-સ્થળ)
૬૫. કાય (શું?)
૬૬. કિકલી (નાની છોકરી)
૬૭. પાતરૂ (પાન-પાંદડું)
૬૮. ભલ્તીજ (જુદી જ)
૬૯. હપ્પુયુની (બિલકુલ નહિ)
૭૦. ચીપટો (કંજૂસ)
૭૧. વાંણેય (ચંપલ)
૭૨. વંહદેર (સળગતો કોલસો)
૭૩. કકાહ (કંકાસ)
૭૪. આપદા (મુશ્કેલી)
૭૫. ખાનકી (નાની ખાડી - વહાંલો)
૭૬. પપનાઈવુ (સળગાવવું)
૭૭. હખણો (ઉપાધિ વિના)
૭૮. હુંવારો (સુંવાળો-આળસુ / હૂંફાળું)
૭૯. ફારિયુ (ધોતિયું)
૮૦. કકળો (ટુવાલ)
૮૧. લીલો (ભીનો)
૮૨. હેરૂ (છાંયડો)
૮૩. ખોહાયજા (બેસી જા)
૮૪. કાટલુ (ગાય-ભેંસનો દાણો)
૮૫. આન્લુ (માટલું)
૮૬. કાળાકાળી (હરીફાઈ)
૮૭. હજ્જડ (મજબૂત)
૮૮. ગોંટાયજા (ઊંધી જા)
૮૯. બંઢેઈળુ (દોડાવ્યું / ઝડપથી કરેલું)
૯૦. હકેતેકર (ગમે તે કર)
૯૧. હુઈકુ (બંધ કર્યું)
૯૨. હબણો (વ્યવસ્થિત)
૯૩. વેંતરી (જીભાજોડી કરતી સ્ત્રી)
૯૪. ઘાવર (ઝાકળ)
૯૫. પનું (સૂપ)
૯૬. અંધારિયામાં (વદ પક્ષ)
૯૭. ઉજળિયામાં (સુદ પક્ષ)
૯૮. ચપટી (થોડું)
૯૯. ગતાગમ (અનુભવ / સમજ)
૧૦૦. હુમટુ (હૂંફાળું)
૧૦૧. અહંક (આગળ ચલાવ)
૧૦૨. ડંગાણ (એકલવાયું)
૧૦૩. હખણી (વ્યવસ્થિત)
૧૦૪. છાવરે (ખોટો બચાવ કરવો)
૧૦૫. અરગુ (છીછરું - ચોથું પાણી)
૧૦૬. ઓહૅઅવે (ભલ થયું)
૧૦૭. ભરમછાટ (પ્રમાણથી વધુ)
૧૦૮. બોદો (ખોટો-નકામો)
૧૦૯. દોદરૂ (ભાંગ્યું-તૂટ્યું)
૧૧૦. ગોધો (વાછરડો)
આ ગામઠી શબ્દો કોંકેટ ના જંગલમાં લુપ્ત થઈ રહ્યા છે , આપણી વિરાસત શહેરની ચહલપહલ મા વિસરાઈ રહી છે
કોઈ શબ્દ મરે એટલે શું મરે?
આજે મોબાઇલ, ગૂગલ અને શહેરની ભાષા ગામડાં સુધી પહોંચી છે. નવી પેઢી આગળ વધી રહી છે—આ આનંદની વાત છે. પરંતુ જૂના શબ્દો ભૂલાઈ જાય ત્યારે માત્ર ભાષા નથી ખોવાતી.
સાથે ખોવાય છે—
દાદીનો અવાજ,
દાદાનો ઠપકો,
આંગણાની સાંજ,
ખેતરની સવાર,
અને એક આખી પેઢીની ઓળખ.
────────
વિરાસત સૌની છે
ગુજરાતના દરેક સમાજે આ ધરતીને ઘડી છે. કોઈએ હળ ચલાવ્યું, કોઈએ વાવણી કરી, કોઈએ પાક લણ્યો, કોઈએ બજારમાં પહોંચાડ્યો, કોઈએ નદી-દરિયા સાથે જીવન બાંધ્યું અને કોઈએ જૂના શબ્દોને જીવંત રાખ્યા.
આ બધું મળીને જ ગુજરાત છે.
─
અંતે…
ચાલો, થોડું ધીમા થઈએ અને પાછા ફરીએ—વડીલોના અવાજ તરફ, જૂના આંગણાં તરફ,જુની ગાથાઓ અને ખેતરની મહેનત તરફ.
કારણ કે—
બાર ગામે બોલી બદલાય,
પણ માટીની સુગંધ બદલાતી નથી.
શબ્દો, ઘરો અને જીવનની રીત બદલાય; પરંતુ વડીલોની બોલી અને માટી સાથેનું જોડાણ હંમેશાં આપણી સાચી વિરાસત રહેશે.
માટી કોઈ એકની નથી. માટી સૌની છે.
ચાલો, આ રવિવારની સવારે થોડા પાછા ફરીએ—
આપણા વડીલોના શબ્દોમાં,
આપણી માટીમાં,
આપણી સહિયારી યાદોમાં.
હર હર મહાદેવ
હજુ બીજા શબ્દો વાપીના હર્ષિદાબેન દ્વારા ,
૧૧૧ ચોકટા (રસોડાની પાછળ નો ભાગ)
૧૧૨.ઉભેડો (ઘરનો એક ભાગ)
૧૧૩.દુઝણુ (દુધ આપતી ગાય કે ભેંસ)
૧૧૪.ગોતર (ઢોર નો ખોરાક)
૧૧૫.કાછડો વારવો (અસલ ના જમાના માં સ્ત્રી ઓ દ્વારા પહેરવામાં આવતી સાડી)
૧૧૬.પાણિયારું (પીવાના પાણી માટે માટલા મૂકવાની જગ્યા)
૧૧૭.છેડો મૂકવો (વહુવારુઓ વડીલોની આમન્યા રાખવા માટે સાડી નો પાલવ માથે ઓઢતી હતી)
૧૧૮.ભંજાતુ (સૂર્યાસ્ત નો સમય)
૧૧૯.ડાલુ (વાંસ નો એકદમ મોટો ટોપલો જેમાં વર્ષો પહેલાં પાપડ સૂકવી ને રાખતા)
૧૨૦.હેલ (કપડાં ધોવા માટે વપરાતો ખરબચડો મોટો પથ્થર)
૧૨૧.ગરગડી ( કુવામાંથી પાણી કાઢવા માટે દોરડું બાંધવા માટે નું સાધન)
૧૨૨.બિલાડી (કુવામાં પાણી માં ફસાઈ ગયેલા વાસણને કાઢવા માટે નું સાધન જેને દોરડા વડે બાંધી ને કુવામાં નખાતુ)
123.દોરિયો (પાણી ભરવાનું માટીનુ વાસણ)
૧૨૪.ખૂમચો (જમવા માટે ની થારી)
૧૨૫.નોરૂ (વાસણ સાફ કરવા માટે વપરાતું સૂકા ઘાસ માંથી બનતો ગુચ્છો)
૧૨૬.પિંજરું (રસોડામાં રાખવામાં આવતું પિંજરું તે જમાનાનું ફ્રિજ)
૧૨૭.કાતરિયુ (જુના ઘરમાં મેડાની ઉપર નો ભાગ)
લેખ -9
લેખ-10


